Tuesday, November 26, 2019

મહાકાલસેના અમદાવાદના આગેવાનોની બેઠક યોજાઇ

મહાકાલ સેના અમદાવાદના આગેવાનોની બેઠક ગઇકાલે તા.૨૬/૧૧/૨૦૧૯ ના રોજ મહાકાલસેના કાયૉલય,વસ્ત્રાલ ખાતે યોજાઇ હતી .

જેમાં આગેવાનો એ સમાજના મહત્વના ઘણાંબધાં મુદ્દાઓ ઉપર ચચૉ કરી....આગેવાનોએ ચચૉવિચારણાં કરીને મહત્વના નિણૅયો લીધાં જેનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે.

 
આગામી સમયમાં મહાકાલ સેના ગુજરાતની પણ બેઠક બોલાવામાં આવશે..
જેમાં મહત્વના બીજા નિણૅય લેવાશે....
જય માતાજી
જય શ્રી મહાકાલ



મહાકાલસેનામાં જોડાવા માગતાં 
રાજપૂત યુવાનો સંપકૅ કરો :
 ૯૯૭૮૦૮૪૪૦૭ , ૯૯૯૮૦૦૧૯૦૨



Sunday, October 27, 2019

ભાવેણા ના યુથ આઇકોન "યુવરાજ સાહેબ" નો છે આજે જન્મ દિવસ,જાણો તેની લાઇફસ્ટાઇલ વિશે….


ભાવનગર યુવરાજ સાહેબ ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ ...
હસતા મુખે ૧૮૦૦ પાદર દેશ માટે અને લોકશાહી માટે આપનારા ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીના વંશજ ભાવનગર યુવરાજ સાહેબ જયવિરરાજસિંહજી ગોહિલ નો આજે જન્મ દિવસ છે. 

જય ભાવેણા 🚩🚩🚩

જયવીરરાજસિંહજી ભાવનગરના યુવરાજ સાહેબ તરીકે પણ ઓળખાય છે. જયવીરરાજસિંહજી હંમેશાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ સાથે જોવા મળે છે. બોડી બિલ્ડિંગની સાથે રાજકારણમાં પણ સક્રિય છે. યુવરાજ સાહેબનો જન્મ 27 ઓક્ટોબર 1990માં થયો હતો. જયવીરરાજસિંહજીએ હોટેલ મેનેજમેન્ટની સાથે સ્વિત્ઝરલેન્ડમાંથી માસ્ટર ડિગ્રી લીધી છે. આજના યૂથના ફેશન આઈકોન છે યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજી.
જયવીરરાજસિંહજી ભાવનગરના પ્રિન્સ છે. તે પોતાના બોડી બિલ્ડિંગના શોખ માટે ખૂબ જ જાણીતા છે. બોડી બિલ્ડિંગમાં તેઓ બોલીવુડના સ્ટાર્સને પણ પાછળ પાડી દે તેવા છે.જયવીરરાજસિંહજી એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે, તોઓ બોડી બિલ્ડિંગ વિશે ખૂબ જ પેશનેટ છે. ભાવનગરના પ્રિન્સ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે.

જયવીરરાજસિંહજી ના લગ્ન ગુજરાતના સંતરામપુરની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે થયા છે. કૃતિરંજની દેવી પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના દોહિત્રી છે.જયવીરરાજસિંહજી જીન્સ ઉપરાંત તેમનો પરાંપરાગત રજવાડી પોશાક પણ પહેરે છે. તેમની રસ્ટિક વળાંકવાળી હેન્ડલબાર મૂછો તેમની ઓળખ છે. જયવીરરાજસિંહજી ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે.

ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલના વંશજ યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજી ગોહિલ ઘણી વખત બૉલીવુડ સ્ટાર્સ સાથે જોવા મળતાં હોય છે. ભાવનગરના પ્રિન્સ હોવાને કારણે તેઓ હંમેશા લોકોની મદદ કરે છે અને તમે તેમની સાથે વાતચીત પણ આરામથી કરી શકો છો. તેમને મળીને તમને લાગશે ખરેખર આ વ્યક્તિની નમ્રતા સલામને લાયક છે.જયવીરરાજ સિંહજી પોતાની ઓળખના કારણે પ્રખ્યાત છે
ભાવનગર કહો કે ભાવેણાં..
ભાવથી જે બોલાવે એ સાહેબ ભાવનગર…
અને એમાં પણ ત્યાંના રાજાની જે મહાનતા છે એ મહાનતા સામે શુ કહેવું ??
કેહવાય કે પુત્ર ના લક્ષણ પારણામાં..
અને મોર ના ઈંડા ને થોડી કોઈ દી ચિતરવા પડે ?
ભાવનગર ના રાજકુમાર એવા જયવીરરાજ સિંહજી ગોહિલ સાહેબ ની, જેઓ યુવાનો માટે સ્ટાઇલ માં અને ફિટનેસ માં યુથ આઇકોન તરીકે ઓળખાય ..
https://www.facebook.com/YSJRSG/
https://www.instagram.com/yuvrajbhavnagar/?hl=en
જયવીરરાજસિંહજી ની કેટલીક શાનદાર તસવીરો